Friday, April 26, 2013
Monday, April 15, 2013
A triumph story of Shree Jagrut Nagrik Consumer Protection Org., Deesa
ડીસાના તબીબને ઓપરેશનની બેદરકારીમાં મહિલાને રૃ.૮૦ હજાર ચૂકવવા હુકમ
ગ્રાહક તકરાર નિવારણ ફોરમ
કુટુંબ નિયોજનના ઓપરેશન દરમિયાન બેદરકારીથી પેટમાં કાણાં થયેલ બહાર આવ્યું ઃ પેટમાં
ડીસા,તા.૧૨ડીસાની જાણીતી હોસ્પિટલ આરતી ના ર્ડા.સંજયભાઈ ગાંધીએ ૩૦-૯-૧૨ના રોજ સવિતાબેન બી.દેસાઈ રહે.ડોડાણા તા.ડીસા નામની મહિલા દર્દીનું કીરીયેટન અને કુંટુંબનિયોજનનું ઓપરેશન પોતાની હોસ્પિટલમાં હાથ ધર્યું હતું. આ ઓપરેશનના ખર્ચ પેટે મહિલા દર્દી પાસેથી રૃ.૩૦૦૦ની રકમ વસૂલાઈ હતી. જો કે, બે-ત્રણ દિવસ બાદ મહિલા દર્દી સવિતાબેનને પેટમાં દુઃખાવો રહેતા તેમને ર્ડા.સંજયગાંધીનો સંપર્ક કરી તેમની સુચનાએ દુઃખાવા મટવાની નવી દવાઓ લીધી હતી તેમ છતાં દુઃખાવો બંધ ન થતાં દર્દી સવિતાબેને નવિન પરિક્ષણમાં સોનોગ્રાફી તેમજ એક્ષ-રે કરાવી નિદાન કરાવતાં તેમના પેટમાં મુક્ત ગેસ (ફ્રી ગેસ) જોવા મળ્યો હતો.
કુટુંબનિયોજનના ઓપરેશન દરમ્યાન બેદરકારીએ પડેલા કાણાંથી આ બિમારી થયેલ હોવાનું બહાર આવતાં તેમને ર્ડા.સંજય ગાંધીનો સંપર્ક કરી તેમની બેદરકારીએ નવા સર્જીકલ ઓપરેશનનો ખર્ચ આવેલો હોઈ ચૂકવી આપવા અરજી કરી હતી. જો કે, ર્ડા.સંજય ગાંધીએ ખર્ચ આપવાની ના પાડતાં પિડીત મહિલા દર્દીએ ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણ ફોરમ બ.કાં. મુ.પાલનપુર સમક્ષ કેસ રજીસ્ટર કરાવી ન્યાય માંગ્યો હતો.
આ કામે પિડીત અરજદાર સવિતાબેન દેસાઈની ન્યાયીક ફરિયાદમાં ફરિયાદી વતી જાગૃત નાગરિકના ડિરેક્ટર એડવોકેટ કિશોર દવેએ જ્યારે સામાવાળા તબીબ પક્ષે બચાવમાં એડવોકેટ એસ.એમ.મોદી અને બી.કે.ઠાકોરે હાજર રહી સામ-સામી તથ્યો, પુરાવા રજૂ કરી દલીલો કરી હતી.
આખરી ચુકાદાએ ગ્રાહક સુરક્ષા ફોરમના પ્રમુખ એચ.કે.ઠાકોર, સભ્ય રીટાબેન ટી.પંચાલ તેમજ સભ્ય લતાબેન એમ.મથારે તબીબને બેદરકારી અને નિષ્કાળજી રાખવા સંદર્ભે સેવામાં ખામી બદલ પિડીત મહિલાને વળતર પેટે રૃપિયા ૮,૦૦૦૦ તા.૨૨-૫-૧૨થી ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા હુકમ કરેલ છે.
Subscribe to:
Posts (Atom)